મૂળ પશીમ બંગાળના હુબલી જિલ્લાની ટીંકુકુમાર ભજહરી બાગ (ઉ.વ.૪૨) સુરતના કતારગામ-વેડ દરવાજાના મકબરા મસ્જીદ નજીક પ્લોટ નંબર.૩/૮માં માતેપુરા ફ્લેટ-૧૦૧, કરન ઇન્ડસ્ટ્રીઝમાં રહેતો હતો અને એમ્બ્રોડરી મશીન ચલાવતો હતો. 
તે રવિવારે સવારે-૮ વાગ્યે એક્ટીવા બાઈક નંબર લઈ ઓલપાડ-કીમ રાજ્યધોરી માર્ગ ઉપર આંધી ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બેઝા કારના ચાલકે ટક્કર મારતાાં ટીંકુકુમાર રોડ ઉપર પટકાઈ બાજુની ગટરમાં ફંગોળાતા ગંભીર ઈજા થઈ હતી. જોકે તેનું સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું.



