Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉછીના રૂપિયા નહીં આપતા યુવકનું અપહરણ કરી ફાર્મ હાઉસમાં ગોંધી રાખી ચાબુકથી માર માર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નારોલમાં મિત્રએ પાસેથી લીધેલા હાથ ઉછીના રૂપિયા ન આપતા યુવકનું અપહરણ કરીને ફતેવાહી પાસે ફાર્મ હાઉસમાં બે દિવસ ગોંધી રાખીને ચાબુકથી માર માર્યો હતો અને પઠાણી ઉઘરાણી પણ કરવા લાગ્યો હતો. પોલીસ તપાસમાં યુવકે ભત્રીજાની કોલેજની ફી ભરવા અને મોબાઇલના હપ્તા ભરવા ઉછીના રૂપિયા ૩૫ હજાર લીધા હતા. બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નારોલમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે નરોલપોલીસ સ્ટેશનમાં જુહાપુરા ખાતે રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોધાવી છે કે, એક વર્ષ પહેલા તેમને કાંચા સાથે મુલાકાત થઇ હતી.

જ્યારે બે મહિના અગાઉ ફરિયાદીને ભત્રીજાની કોલેજની ફી ભરવાની અને મોબાઇલના હપ્તા ભરવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેને કાંચા પાસે ટુકડે-ટુકડે ઉછીના રૂપિયા ૩૫ હજાર લીધા હતા. જે બાદ તે ઉઘરાણી કરતા યુવકે થોડા દિવસમાં આપી દઇશ તેમ જણાવતા આરોપીએ હાથ પગ તોડીને પણ રૂપિયા વસૂલ કરીશ તેવી ધમકી આપીને પઠાણી ઉઘરાણી કરતો હતો. તારીખ ૨૯ના રોજ યુવક ઘરે રસોઇ બનાવતો હતો તે સમયે સિદ્દીકનો ફોન આવ્યો હતો અને ખ્વાજાનગર પાસે બોલાવ્યો હતો. જેથી તે ત્યાં ગયો હતો જ્યાં તે કારમાં બેઠો હતો અને યુવકને કહ્યુ કે મારે કામ છે ગાડીમાં બેસાડીને બતેને પીપળજ કચરાના ઢગલા પાસે એક છાપરામાં લઇ ગયો હતો.

ત્યાં તુ કેમ રૂપિયા આપતો નથી કહીને માર માર્યો હતો. અને ફોન કરીને તેના મિત્રોને બોલાવતા એક રિક્ષામાં ત્રણ લોકો આવ્યા હતા કાંચાએ ત્રણેયને કહ્યું કે યુવકને રિક્ષામાં નાખીને મારા ફાર્મ પર લઇ જાવ કહેતા ત્રણેય શખ્સો યુવકને રિક્ષામાં બેસાડીને ફતેવાડી પાસે આવેલ ફાર્મમાં લઇ ગયા હતા. જ્યાં એક રૂમમાં લઇ જઇને ચારેયે પ્લાસ્ટીકની પાઇપ અને ઇલેકટ્રીક વાયરોની ચાબુક બનાવીને માર માર્યો હતો. બાદમાં ચારેયે યુવકને રૃમમાં પુરીને લોક મારીને રૂપિયાની વ્યવસ્થા કરી રાખજે નહિ તો અહિ જ રહેવાનું કહીને જતા રહ્યા હતા. બાદમાં બીજા દિવસે પણ આવીને ચારેયે માર માર્યો હતો. તે સમયે યુવકે મને રૂમની બહાર રાખો મચ્છર કરડે છે હું ભાગીશ નહિ કહેતા તેને બહાર ખાટલામાં બેસાડયો હતો અને ચારેય જતા રહ્યા હતા. જે બાદ મોકો જોઇને ફરિાદી યુવક ત્યાંથી ભાગીને ભત્રીજાને બોલાવી સારવાર કરાવા હોસ્પિટલમાં પહોચ્યો હતો.