Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : ટ્રક અડફેટે આવતાં મહારાષ્ટ્રનાં યુવકનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર સુરતથી સોનગઢ તરફ જતા ટ્રેક ઉપર સુરત તરફથી આવતા ટ્રક અડફેટે આવતાં મહારાષ્ટ્રનાં યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાંક્રી તાલુકાના ધનેર ગામ, એટલીબીલાટી સાંઇરામ રામદાસભાઇ સોનવણે (ઉ.વ.૨૯.હાલ રહે.RTO પાછળ આવેલ શેરડીના પડાવમાં, ટીચકપુરા ગામ, તા.વ્યારા)નો તારીખ 14/03/2025 નારોજ રાત્રિના સમયે ટીચકપુરા સેવન ડે સ્કુલ પાસે દુકાને ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો. તે સમયે ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર-53ના સુરતથી સોનગઢ તરફ જતા ટ્રેક ઉપર સુરત તરફથી આવતા ટ્રક નંબર GJ/21/Y/3843ના ચાલકે પોતાના કબ્જાનો ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સાંઇરામને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

જોકે આ અકસ્માતમાં સાંઇરામને માંથાના ભાગે ગંભીર ઈજા તથા જમણા હાથે ગંભીર ઇજા અને  જમણા હાથની પ્રથમ આંગળીમાં ઇજા અને શરીરે નાનીમોટી ઈજા થતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં વ્યારા જનરલ હોસ્પીટલ ખાતે લઇ જતા ફરજ પરના ડોકટરએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત ખાતે રીફર કરતા રસ્તામાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે રામદાસભાઈ શ્યામભાઈ સોનવણેનાએ તારીખ 15/03/2025 નારોજ વ્યારા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.