વડોદરા છાણી વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના ડેપ્યુટી એન્જિનિયરના ઘરમાંથી કામવાળી 1.96 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ચોરી થયા બાદ મહિલા કામ પર આવવાનું બંધ થઈ ગઈ હતી. જેથી એન્જિનિયરિંગ મહિલાએ જ ચોરી કરી હોવાની આશંકાએ જ ફરિયાદ નોંધાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે સોનલ હાઇટ્સમાં રહેતા પ્રીયંગુ પ્રવિણચંદ્ર ત્રિવેદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હું સાવલી વડોદરા ખાતે ઓમોરી કંપનીમાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે નોકરી કરુ છું.
ગત એપ્રિલ મહિનામાં અમારા ઘરે એક કામવાળી બહેન નિલમબેન પરમાર (રહે.અમનગર) તેને મારા ઘરે કચરા પોતા વાસણ સાફ કરવા માટે રાખ્યા હતા અને હું મારા રોજીંદા નિયમ પ્રમાણે નોકરીએ જતો હોવ છુ. મારી દીકરી દ્રીતી સ્કૂલે ભણવા માટે જતી હોય અને મારા પત્ની ઘરે એકલા રહેલા હોય છે. આ કામવાળી બહેન પર બપોર પછી ગમે ત્યારે આવતી હતી અને તેનું કામ કરીને જતી હતી. તારીખ 29 જૂનના રોજ થઈ મારા પત્નીને નિંદર આવી જતા સૂઇ ગયા હતા અને ત્યારે કામવાળી બહેન આવીને કામ કરીને જતા રહેલા અને ત્યારબાદ ત્રણ દિવસ સુધી કામ પર આવેલ ન હતા.
જેથી અમોને તેના પર શક વહેમ ગયેલ હતો અને ત્યારબાદ વારંવાર બોલાવતા તે બે ત્રણ દિવસ કામ પર આવી હતી. અને છેલ્લે તારીખ 6 જુલાઈ સુધી કામ પર આવેલી અને ત્યારબાદ કામ પર આવવાનું બંધ કરી દિધું હતું. પછી અમે 9 જુલાઈના રોજ અમારા ઘરમાં તિજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 1.95 લાખની મતાની ચોરી થઈ હતી. ત્યારે અમને અમારે તો કામ પર આવતી બાઈએ ચોરી કરી હોવાની આશંકા છે. જેથી પોલીસે કામવાળી બાઈની શોધખોળ હાથ ધરી હતી.




