મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડના બાજીપુરા ગામની સીમમાં બાજીપુરા બાયપાસ પાસે સુરત ધુલિયા નેશનલ હાઈવે પર બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાલોડના ભીમપોર ગામના ઝગડિયા ફળિયામાં રહેતો હિરેનભાઈ રાજુભાઈ ગામીત (ઉ.વ.25)નાનો બાજીપુરા ગામની સીમમાં બાજીપુરા બાયપાસ પાસે સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-53ના રોડ ઉપર શનિવારના રોજ મોડી સાંજે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/AG/1271ને લઈ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બાઈક સ્લીપ થઈ જતાં રોડ ઉપર પડી જતાં અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં હિરેનભાઈને માથાના કપાળના ભાગે ગંભીર ઈજા તથા ડાબા પગે ગંભીર ઈજા તથા ફ્રેકચર પહોંચતા પ્રથમ સારવાર જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કરી હતી જયારે વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રીફર કરતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અંકિતાબેન રાજુભાઈ ગામીત નાએ વાલોડ પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી.




