મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઝાંખરી ગામમાંથી પસાર થતાં ડોલારાથી છેવડી રોડ પર કાર અડફેટે આવતાં એક ઈસમનું ગંભીર ઈજાને કારણે સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં છેવડી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા અનિલભાઈ બલ્લુભાઈ ગામીત નાંઓ તારીખ 19/03/2024નાં રોજ મોડી સાંજે પોતાના કબ્જાની કાર GJ/05/CN/2361ને લઈ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઝાંખરી ગામમાંથી પસાર થતાં ડોલારાથી છેવડી રોડ પર પીલાજીભાઈ ગામીત ખેતર પાસેનાં જાહેર રોડ પરથી પસાર થતાં હતા તે સમયે કૈલાશભાઈ લાસરસભાઈ ગામીત (રહે.ઝાંખરી ગામ, ઉપલું ફળિયું, વ્યારા)નાઓના દાદા બાબલીયાભાઈને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં બાબલીયાભાઈને શરીરે તથા માથાનાં ભાગે તેમજ છાતીનાં ભાગે ડાબી બાજુએ મૂઢ માર અને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, ત્યારબાદ તેમણે 108 એમ્બ્યુલન્સમાં જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લાવતા તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે કૈલાશભાઈ ગામીત નાએ વ્યારા પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
