Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કામરેજ હાઈવે પર લક્ઝરી બસની અડફેટે ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત : ડ્રાઈવર દારૂની બોટલો મૂકી ફરાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર રવિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કામરેજ ટોલનાકા નજીક ધોરણ પારડી ગામની સીમમાં પુરપાટ ઝડપે આવતી એક લક્ઝરી બસે ટ્રાફિકમાં ઉભેલા ચાર વાહનોને ક્રમશઃ ટક્કર મારી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.

મળતી વિગતો પ્રમાણે ફરિયાદી મનિષ સુથાર પોતાની વર્ના ગાડીમાં સાથીદારો સાથે રાજસ્થાન જઈ રહ્યા હતા. રાત્રે આશરે 1:00 વાગ્યે હાઈવે પર ટ્રાફિક હોવાથી વાહનો ઉભા હતા, ત્યારે પાછળથી આવતી લક્ઝરી બસ નંબર AR-01-T-6455 ના ચાલકે ગફલતભરી રીતે હંકારી વર્ના ગાડીને ટક્કર મારી હતી. આ ધડાકાને કારણે વર્ના ગાડી આગળ ઉભેલી ક્રેટા સાથે અથડાઈ હતી. લક્ઝરી બસે આગળ વધીને અન્ય એક સ્કોર્પિયો અને પીકઅપ વાહનને પણ અડફેટે લીધા હતા.અકસ્માત બાદ લોકો એકઠા થાય તે પહેલા જ લક્ઝરી બસનો ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન પોલીસને બસની ડ્રાઈવર સીટ નીચેથી દારૂની બે બોટલો મળી આવી હતી, જે ચાલક નશાની હાલતમાં હોવાની શંકા જન્માવે છે. કામરેજ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.