પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા સાડા છ વર્ષથી નાસતા-ફરતા આરોપીને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પલસાણાના બલેશ્વર નેશનલ હાઈવે નં-૪૮ પર કાલાઘોડા સામેથી આરોપી જોધાસિંગ ઉર્ફે સુરેશ દિલિપસિંગ રાજપૂત (ઉં.વ. ૩૪) ને ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપી મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલમાં હાલોલ (પંચમહાલ) ખાતે રહેતો હતો. તેની સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯માં ગુનો નોંધાયો હતો. લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આ આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને પલસાણા પોલીસને સોંપ્યો છે.




