Manisha S. Suryavanshi/Tapi : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો સાથે લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુસંધાને ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડકીનાકા ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી નવાપુર તરફથી સફેદ કલરની ઈનોવા કારમાં સોનગઢ તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ બેડકીનાકા ખાતેથી પ્રોહી. ગુન્હાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી હેંમત ઉર્ફે હેમુ મનોહર નગરાડે (ઉ.વ.26., રહે.આંબેડકર ચોક, નવાપુર, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાને તારીખ 30/03/2024નાં રોજ ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
