Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Arrest : કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજવા રોડ માધવ નગરમાં રહેતો વિક્રમ રાજ સરદાર એસ્ટેટ રોડ સુપર બેકરી ત્રણ રસ્તાની પાસે સિલ્વર કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ઊભો છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા વિક્રમ ઉર્ફે વિકો દોલતસિંહ રાજ રહેવાસી માધવ નગર મળી આવ્યો હતો. તેની કારમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બીયરની કુલ બોટલ 204 કિંમત રૂપિયા 48 હજારની મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી દારૂ, કાર તથા મોબાઈલ મળીને 1.20 લાખનો મુદ્દામાલ કરજે કર્યો છે દારૂનો જથ્થો મંગાવનાર આરોપીનો મોબાઈલ નંબર મળતા પોલીસે મોબાઈલ નંબરના આધારે આરોપીની શોધ ખોળ હાથ ધરી હતી.