Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નવસારીમાં મોપેડ બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવકની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારી કાલીયાવાડી-ગ્રીડ રોડ ઉપર હંકારી જતી મોપેડનું સ્ટેરીંગ છોડી જોખમી સ્ટંટ કરનાર યુવકની ટ્રાફીક પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી કાલીયાવાડીથી ગ્રીડ તરફ જતા રોડ ઉપર ભર બપોરે એક યુવક ચાલુ મોપેડ ઉપર સ્ટેરીંગ પર બન્ને હાથ છોડી દઈ આરામ ફરમાવી જોખમી સ્ટંટ કરી પોતાની અન્ય વાહન ચાલકોની જીંદગી જોખમમાં મુકી હતી આ સ્ટંટનો અન્ય વાહન ચાલકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસના પી.આઈ.ડાવરા સહિતના સ્ટાફે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે મોપેડનો નંબર મેળવી ગણતરીના કલાકોમાં જ જોખમી સ્ટંટ કરનાર યુવક રવિશંકર ગુપ્તા (ઉ.વ.૨૬, રહે.જનકપુરી સોસાયટી, રામેશ્વર પાર્ક, કબીલપોર, નવસારી. મૂળ રહે. ભીખમપુર, જેઠવાળા ગામ, તા. લાલગંજ, જિ. પ્રતાપગંજ, ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડી કાન પકડાવી બીજી વખત આવા સ્ટંટ નહીં કરશે તેવી જાહેરમાં માફી મંગાવી હતી. મોપેડ ઉપર સ્ટંટ બાજી કરનાર રવિ ગુપ્તા દૂધ ડીલીવરી કરે છે અને ગ્રાહકોને દૂધ આપ્યા બાદ પરત ફરતી વખતે તેને જાહેર રોડ ઉપર મોપેડ પર જોખમી સ્ટંટ કર્યા હતાં. આ અંગે રૂરલ પોલીસે રવિશંકર ગુપ્તા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.