Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હાલ રાજ્યમાં ગરમીનો પારો વધતો જોવા મળ્યો, સાત શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હાલ રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. જ્યારે રાજ્યના સાત શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. આ વર્ષે અમદાવાદ શહેરમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે પ્રથમવાર અમદાવાદમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.  જોકે ગતરોજ અમદાવાદ સહિત સાત શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. 35.4 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 3.1 ડિગ્રીનો વધ્યું રહ્યું હતું. વર્તમાન સીઝનમાં અમદાવાદમાં પ્રથમવાર સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટ અને અમરેલીમાં 35.9, સુરતમાં 35.4, વડોદરા અને ભુજમાં 35.2 અને ડીસામાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર, કેશોદ જુનાગઢ અને અમરેલીમાં 36, કંડલામાં 35 જ્યારે પોરબંદર, મહુવા, વડોદરા, ડીસા, ભૂજમાં પારો 35 સેલ્સિયસને પાર થયો હતો. એકંદરે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે.

જ્યારે ઉત્તર ગુજરાતમાં માવઠા,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ તાપમાન નિયંત્રિત રહ્યું હતું જ્યાં ગાંધીનગરમાં 34, વલ્લભવિદ્યાનગરમાં 32 સે. નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગરકાંઠા નજીકના દ્વારકામાં 34, ભાવનગર, વેરાવળ, દિવમાં 33 સે. સે મહત્તમ તાપમાન  નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ સુધી બપોરનું આ તાપમાન આંશિક વધઘટ રહેશે. સવારનું તાપમાન પણ ઉંચકાતા ઠંડી ગાયબ થઈ હતી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, દમણ, કંડલા પોર્ટ, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, સુરેન્દ્રનગર, કેશોદ સહિત મોટાભાગના સ્થળોએ સવારનું ન્યુનત્તમ તાપમાન પણ 20 કે તેથી વધુ રહ્યું હતું.

ઉનાળાનો ધોમધખતો તાપ શરૂ થવાના અણસાર વચ્ચે દેશમાં અત્યારથી હવામાન સતત પલટાઈ રહ્યું છે, હિમાચલ ક્ષેત્ર, તમિલનાડુ, કેરલ, પુડુચેરી, આસામ મેઘાલય સહિત પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે , હજુ પણ આગાહી છે ત્યારે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીમાં વધારો થવાની આગાહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બની શકે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોએ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. પૂરતું પાણી પીવું, સીધા તાપથી બચવું અને હલકા કોટનના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.

error: Content is protected !!