વઘઈનાં પિંપરી ગામે બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત
Gujarat Samrajya
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં પિંપરી ગામની સીમમાં એસ.ટી. બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નિપજ્યુ હતું.
બનાવની વિગત એવી છે કે, ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં જામનવિહિર ગામના વિરુભાઈ પવાર બાઈક પર સવાર થઈને પિંપરી ગામે જીવન જ્યોત સ્કૂલની સામે વળાંકમાંથી પસાર થઈ રહ્યા હતાં. તે સમયે બાઈકને રોંગ સાઈડમાં હંકારી લાવી સરકારી એસટી બસ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક વિરુભાઈને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજયુ હતું.