Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નાનાપોંઢા પાસે ફિલ્મી ઢબે પીછો: પોલીસને જોઈ દારૂ ભરેલી કાર મૂકી બુટલેગર અંધારામાં ઓગળી ગયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કપરાડાનાં નાનાપોંઢા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગત રોજ કરવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાકડકોપર ચીકાર ફળીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન સેલવાસ તરફથી આવતી સફેદ કલરની મારૂતિ ઓમની વાન નંબર GJ-15-CD-4192ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ઉભી રાખી ન હતી. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા અંધારાનો લાભ લઈ ચાલક ઝાડીઓમાં નાસી છૂટ્યો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ અને ટીન બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.13,080/-ની કિંમતનો દારૂ અને રૂ.60,000/-ની કિંમતની મારૂતિ વાન મળી કુલ રૂ.73,080નો મુદ્દામાલ કબજે કર્યો છે.

error: Content is protected !!