Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : સુરત ધુલિયા હાઈવે પરનાં અકસ્માતમાં બુલેટ ચાલક ઈજાગ્રસ્ત, ટેમ્પો ચાલક સામે ગુન્હો દાખલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે ટેમ્પોના અડફેટે આવતાં બુલેટ ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે પોલીસ ગુન્હો નોંધાયો હતો.

મળતી માહિતી મુજબ, સોનગઢનાં ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-૫૩ પર પેટ્રોલ પંપની સામે બુલેટ મોટરસાઈકલ નંબર GJ/26/R/2207ના ચાલક નીતેશ સુરેશભાઈ ગામીત તારીખ 04/03/2025 નારોજ પસાર થતો હતો તે સમયે ટેમ્પો નંબર MH/30/AB/1535નાં ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બુલેટ ચાલક નીતેશને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં નીતેશને જમણા પગમાં તથા ખભા ઉપર તેમજ મોઢા ઉપર અને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. બનાવ અંગે અંકિત પ્રવીણભાઈ ચૌધરી (રહે.સિંગી ફળિયું, વ્યારા)એ તારીખ 06/03/2025 નારોજ સોનગઢ પોલીસ મથકે ટેમ્પો ચાલક સામે ગુન્હો નોંધાવ્યો હતો.