ભા૨તીય ચુંટણી આયોગ દ્વારા આગામી યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ તા.૧૬.૦૩.૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ છે. આ પરિપત્ર થી ગુજરાત રાજયમાં મતદાન તા.૦૭.૦૫.૨૦૨૪ અને મતગણતરી તા.૦૪.૦૬.૨૦૨૪ ના રોજ નક્કી કરવમાં આવેલ છે. આદર્શ આચારસંહિતાના મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુક્ત અને ન્યાયી વાતાવરમાં ચૂંટણી થાય તેમજ તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાઇ તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તાપી વ્યારાએ એક જાહેરનામા દ્વારા સમગ્ર તાપી જિલ્લામાં આવેલ દરેક મતદાન મથકોએ કોઇપણ રાજકિયપક્ષ ,ઉમેદવારો, કાર્યકરો કે સમર્થકો કે અન્ય કોઇ વ્યક્તિએ તાપી વિસ્તારમાં મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાનની મથકની બહાર ૨૦૦ મીટરના અંતરમાં આવેલા કોઈપણ વ્યકિતને આ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
તે મુજબ મતદાન મથકની ૨૦૦ મીટર સુધીની હદ બાદ એક જ મંડપ બાંધી શકાશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકાથી/વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે.પરંતુ મંડપની ફરતે કંતાન કે પછી પછેડી જેવી આડશ લગાવી શકાશે નહી.આવા મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તામંડળની લેખિત મંજુરી મેળવવી અને સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓને જાણ કરવી જોઇશે. મતદારોને જે સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ/ચિન્હ પ્રતિક અથવા રાજકીય પક્ષનું નામ લખેલુ હોવુ જોઇએ નહી.
મતદાન કરીને આવેલ મતદારને મંડપમાં ભેગા/એકત્ર કરી શકાશે નહી. ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઇએ તેની ઉપર કોઇ પોસ્ટર, વાવટા, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહી. મતદારોને મતદાનમથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવી તેવું કોઇ કૃત્ય થવા દેશ નહી. મતદાનમથકની ૧૦૦ મીટરની હદમાં તેમજ મતગણતરી કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરના હદ વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ્સ લઇ પ્રવેશ કરી શકાશે નહી. આ હુકમ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, તેમને ઉપરી અધિકારીઓએ આવુ કોઇ કાર્ય કરવા ફરમાવ્યુ હોય, અથવા ફરજ હોય તો તે વ્યક્તિઓને લાગુ પડશે નહી. આ આગામી તા.૧૪/૦૫/૨૦૨૪ના કલાક ૨૪.૦૦ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
