Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Tapi : ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ-હોર્ડિંગ્ઝ-બેનર લગાવી શકાશે નહિ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. આદર્શ આચારસહિંતાના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીને મળેલ સતાની રૂએ  તાપી જિલ્લાના તમામ વિસ્તારમાં ચૂંટની પ્રકિયા દરમિયાન કોઇપણ વ્યકિત, સંસ્થા કે, મંડળી કે રાજકીય પક્ષ, બીનરાજકીય પક્ષોને વિશાળ કટ આઉટ,ચિત્રો,બેનરો, લગાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

 

જાહેરનામાં મુજબ કોઈ પણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા અથવા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત ધ્વારા રાજય સરકાર, નગરપાલિકાઓ અથવા બોર્ડ,નિગમો, પંચાયતોના રસ્તાઓ, માર્ગો, મકાનો અથવા જગ્યાઓ, સરકારી કચેરી,નગરપાલિકા, પંચાયતો અથવા સરકારી બોર્ડ નિગમ હસ્તકની જગ્યાઓ પર સમાચાર,બોર્ડ અથવા જાહેર નોટીસ ન હોય એવા કોઈ પણ પ્રકારના કટ આઉટ જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મુકી શકશે નહી કે દિવાલો ઉપર ચિત્રો દોરાવી શકાશે નહી કે કમાનો દરવાજા વિગેરે ઉભા કરી શકશે નહીં, કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા અથવા આવા ઉમેદવાર માટે ‘કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિતઓ દ્વારા કોઈ પણ ખાનગી મિલ્કત ઉપર રાજકીય નેતાઓના કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વગેરે તે જગ્યાના માલિકની પુર્વ મંજુરી વગર મુકી શકાશે નહીં. આ હુકમ આગામી તા.૧૪/૦૫/૨૦૨૪ના કલાક ૨૪.૦૦ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!