છેલ્લા કેટલાક વર્ષમાં પહેલાં સી.એફાઉન્ડેશનમાં દેશ ભરમાં80 હજાર વિધાર્થી એડમિશન મેળવતા હતા. જે સંખ્યા હાલ એક લાખને પાર કરી ગઈ છે. ત્યારે સી.એ ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. CA ફાઉન્ડેશન અને ઇન્ટર મિડિયેટની પરીક્ષા જે અત્યારસુધી વર્ષમાં બે વાર મે અને નવેમ્બર મહિનામાં લેવાતી હતી એ હવે વર્ષમાં ત્રણવાર લેવામાં આવશે. આ નિવેદન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ચેરમેન અનિકેત તલાટીએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંવાદ કાર્યક્રમમાં આપ્યું છે. અત્યાર સુધી સીએ ફાઉન્ડેશન અને ઇન્ટર મીડિએટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાતી હતી. જે હવે ત્રણ વાર પરીક્ષા લેવાશે. આ નિર્ણયનો અમલ આગામી મે માસથી થવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાર્ટર્ડએકાઉન્ટન્ટનાકોર્સમાં વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવાયો છે. જેનો મે 2024થી અમલ થશે. તેમણે જણાવ્યું કે આખા દેશમાં અમદાવાદની આઈ.સી.એ.આઈ ની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. હાલ અમદાવાદમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. મહત્વનું છે કે, નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને સીએનાકોર્સમાં પાછલા બે વર્ષમાં અલગ અલગ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં સીએનો કોર્સ 5 વર્ષનો હતો. જેના બદલે વર્ષ 2023-24માં સીએ4 વર્ષમાં પૂર્ણ થાય તેવો બદલાવ લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીકારકિર્દીઓને ધ્યાને રાખીને કરવામાં આવેલા આ બદલાવના કારણે સીએ ફાઉન્ડેશન કોર્સમાં પાછલા પાંચ વર્ષમાં 10 ટકા વધારો પણ જોવા મળ્યો છે. પાંચ વર્ષ પહેલા 80થી 90 હજાર વિદ્યાર્થીઓ સીએનો કોર્સ કરતા હતા જે આંકડો હાલમાં વધ્યો છે. હાલ અંદાજે સવા લાખ વિદ્યાર્થીઓનો સીએ પસંદગીનો વિષય બન્યો છે.
