વલસાડ નજીકના ડુંગરી હાઈવેના સર્વિસ રોડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ત્રાટકેલા ચોરટાઓ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી બે અલગ અલગ બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે બાબતની બે અલગ અલગ ફરિયાદો ડુંગરી પોલીસ મથકમાં નોંધાયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ નજીકના ડુંગરી હાઇવે સર્વિસ રોડ પાસે આવેલા ક્રિષ્ણા એપાર્ટમેન્ટમાં ગત તારીખ ૧૬-૦૮-૨૪ના રોજ ત્રાટકેલા ચોરટાઓએ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૩૦૧માં રહેતા ધર્મેશભાઈ સ્વિસ્વ સ્વલશ્રી ૩૦ કિંમત રૂપિયા ૭૦,૦૦૦ અને આજ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૨૦૨માં રહેતા સૂરજ રમેશભાઈ શિંદેની બાઈક નંબર એમએચ/૧૫/જેયુ/૦૩૦૪ જેની કિંમત રૂપિયા ૮૫,૦૦૦ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે બાબતની બે અલગ અલગ ફરિયાદ ડુંગરી પોલીસ મથકમાં નોંધાતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



