ભાવનગરનાં રાણપુરમાં કચરો નાંખવા જેવી નજીવી બાબતમાં મારામારી થતાં સામા પક્ષે આધેડ પણ પતિ-પત્ની અને તેના બે પુત્રે હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરાવી હતી. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાણપુરના અસર સોસાયટી, રેલવે સ્ટેશન પાસે રહેતા ધીરૂભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ.૫૩) અને તેમના પત્ની ગત તા.૨૪-૭ના રોજ સવારના સમયે ઘરે હાજર હતા.
ત્યારે નજીકમાં જ આંબાવાડી તરીકે ઓળખાતી સોસાયટીમાં રહેતા નીતાબેન ચંદુભાઈ ડાભી નામના મહિલા કોમન પ્લોટમાં કચરો નાંખવા આપવા, તેમને કચરો નાંખવાની ના પાડી હતી. જે બાબતને લઈ નીતાબેન ડાભી, તેના પતિ ચંદુ ડાભી, ધુ્રવ ડાભી અને ચંદુનો અન્ય એક પુત્ર સહિતનાઓએ કોદાળી, લાકડડી લઈ આવી ધીરૂભાઈ અને તેમના પત્નીને ગાળો દઈ આડેધડ માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે આધેડે દંપતી અને તેના બે પુત્ર સામે રાણપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.




