Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Crime : લગ્ન પ્રસંગમાં ડીજે પર ઊંચા અવાજે ગીતો વાગતા રહીશોએ ગીતો બંધ કરવાનું કહેતા મારામારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરમાં સરસપુરના વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં રાત્રે લગ્ન પ્રસંગમાં ગીતો વાગતા આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બંને પક્ષે સામસામે મારામારી થઈ હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી હતી.  મળતી માહિતી મુજબ, સરસપુરમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં રાત્રે યુવતીના લગ્ન હતા જેમાં ઊંચા આવે છે ડીજે વાગી રહ્યું હતું.

ત્યારે આસપાસના સ્થાનિકો પૈકી કેટલાક લોકો પાર્ટી પ્લોટ બહાર આવ્યા હતા અને ધીમે ગીતો વગાડવા કહ્યું હતું જે બાબતે બંને કોમના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેથી ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી પાર્ટી પ્લોટની બહાર પડેલા વાહનોમાં ફોરફોડ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તલવાર લઈને પણ ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન પોલીસને જાણ થતા શહેરકોટડા પોલીસ પર ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આમ, પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધ હતી અને પોલીસે સાત આરોપીઓની અટકાયત કાર્યવાહી હાથ ધરી હતી.