Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Crime : ખાટલામાં સૂઇ રહેલ યુવક ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હુમલો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં રેટિયાવાડ ખાતે ખાટલામાં સૂઇ રહેલા યુવક ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હુમલો કરાયો હતો. પરિવારજનોને જાણ થતાં વહેલી સવારે દિકરો લોહી લુહાણ બેભાન હાલતમાં તરફડીયા મારી રહ્યો હતો. ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે શાહપુર પોલીસે હત્યાનો કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, શાહપુરમાં રહેતા યુવકે શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો 28 વર્ષનો પુત્ર પણ છૂટક મજૂરી કામ કરે છે. ત્યારે તે અગાઉ ગેરેજ કામ હોવાથી રેટીયાવાડ બસ સ્ટેન્ડની પાસે ઘણીવાર ગેરેજ બહાર સૂઇ જતો હતો.  તેમનો પુત્ર તા.૯ના રોજ ઘરે ન આવતા પરિવારજનોને એમ કે ગેરેજ બહાર સૂઇ ગયો હશે.  જ્યારે સવારે ચાલીના શખ્સે આવીને માતાના કહ્યું કે, તમારો પુત્ર રેટિયાવાડી બસ સ્ટેન્ડ પાસે ખાટલામાં લોહી લુહાણ હાલતમાં પડયો છે. જેથી પરિવારના સભ્યો ત્યાં ગયા ત્યારે પુત્ર ખાટલામાં લોહી લુહાણ બેભાન હાલતમાં પડયો હતો. તેને આંખ અને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!