Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચીખલી-વાંસદા રોડ પર ઇકો ગાડી પલટી મારી જતાં 2 મહિલાઓના મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારીના ચીખલી-વાંસદા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ઇકો ગાડી ડિવાઇડર સાથે અથડાયા બાદ પલ્ટી મારી હતી. ઇકો ગાડી પલ્ટી મારવન કારણે તેમાં સવાર બે મહિલાના મોત થયા હતા અને ગાડીના ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ હતી તેથી તેને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ઘસેડાયો હતો. મૃતક મહિલા વલસાડના હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. આ માર્ગ અકસ્માત થયો ત્યારે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.

આસપાસના સ્થાનિક લોકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.