પાટણમાં સમીઝીલવાણા રોડ પર એક મોટો ભયાનક અકસ્માત થયો હતો જેમાં એક દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. આ માર્ગ અકસ્માત 2 ગાડીઓ, અલ્ટો અને અર્ટિગા વચ્ચે થયો હતો અને અકસ્માતમાં અલ્ટો ગાડીમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અર્ટિગા ગાડીમાં સવાર ઇસમને પણ ગંભીર ઇજા થઈ હતી. તેને રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ભયંકર અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.
જોકે આસપાસના સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓનેસોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.




