મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં વડપાડાભીંત ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલ નિઝર હાઈવે રોડ ઉપર બાજુમાં આવેલ આમલીના ઝાડ સાથે કાર ચાલકે પોતાની કાર અથડાવી દેતા તેમનું ગંભીર ઈજાને કારને સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં જામકી ગામનાં જુનું સરપંચ ફળિયામાં રહેતા અવિનાશભાઈ ગમનભાઈ ગામીત (ઉ.વ.28)નાંઓ પોતાના કબ્જાની ફોર વ્હીલ કાર નંબર GJ/26/A/9572ને લઈ પોતાના જામકી ગામ તરફ આવતા હતા.
તે સમયે વડપાડાભીંત ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલ નિઝર હાઈવે રોડ ઉપર બાજુમાં આવેલ આમલીના ઝાડ સાથે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલ આમલીનાં ઝાડ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જ્યો હતો, જયારે આ અકસ્માતમાં અવિનાશભાઈને મોઢાના ભાગે અને નાકનાં ભાગે તેમજ ડાબી આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે ગમનભાઈ ગામીત નાંએ ઉચ્છલ પોલીસ મથકે જાણ કરી હતી.




