Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હરિયાણાનાં પંચકુલામાં એક કોચિંગ સેન્ટરમાં આગની ઘટના બની, સીડી લગાવીને ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હરિયાણાના પંચકુલામાં સુરત કોચિંગ સેન્ટર જેવી જ આગ લાગી હતી. પંચકુલા સ્થિત એક શો-રૂમના પહેલા માળ પર ઈલેક્ટ્રિક બોર્ડમાં આગ લાગ્યા બાદ અફરાતફરી સર્જાઈ હતી. બીજા માળના કોચિંગ સેન્ટરમાં ભણી રહેલા વિદ્યાર્થીઓનો ભારે જહેમત બાદ બચાવ થયો હતો. એક રિપોર્ટ મુજબ, સેક્ટર-16ના એસસીઓ નંબર 195નાં પહેલા માળ પર વીજળીના મીટર બોર્ડમાં બપોરના 12 વાગ્યે ભયંકર આગ લાગી હતી.

આગના કારણે ધુમાડો બીજા માળ પર આવેલા હારટ્રોન ઈન્સ્ટિટયુટ સુધી ફેલાઈ ગયો હતો. જે સમયે આ ઘટના ઘટી તે સમયે લગભગ 25થી 30 વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં. ધુમાડો ફેલાઈ જતાં વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આ દરમિયાન દુકાનદારે ફાયર બ્રિગેડને દુર્ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે લાકડાની સીડી લગાવીને ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવ્યા હતા.