Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Arrest : કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરનાં કલોલ પાસેના નારદીપુર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી કારને પોલીસે ઝડપી લીધી હતી એ પોલીસે કારના ચાલકની ધરપકડ કરી હતી અને કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા જપ્ત કરી હતી પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર અને મોબાઈલ તથા રોકડા રૂપિયા મળી કુલ 2,55,350/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, વેડા તરફથી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર નંબર GJ/18/AM/9007 નારદીપુર પાસેથી પસાર થવાની છે.

 

જે બાતમી મુજબ પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર આવી ચડતા પોલીસે તેની તલાસી લેતા કારની અંદરથી વાદળી કોથળીમાં ભરેલ વિદેશી દારૂની 407 બોટલો મળી આવી હતી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કારના ચાલક દિનેશજી તેજાજી ઠાકોર રહે નારદીપુરની ધરપકડ કરી હતી પોલીસે વિદેશી દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતની પૂછતાછ હાથ ધરવામાં આવતા તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે સાચોરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવ્યો હતો અને અમદાવાદમાં છૂટક વેચાણ કરવાનું હતું પોલીસે તેની પાસેથી મોબાઇલ અને રોકડ રકમ તથા કાર કિંમત રૂપિયા 2,55,350/-નો  મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.