વડોદરા નજીક હાઈવે પર ધાગધમકી આપી લૂંટ કરવાના બનાવમાં સંડોવાયેલી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે બે દિવસ પહેલા રાત્રિના સમયે જામવા કોર્પોરેશનની લેન્ડ સાઈટ નજીક બાઇક પર પસાર થતા બે યુવકને પરીક્ષામાં આવેલા ત્રણ લૂંટારાઓએ આંતર્યા હતા અને ઝઘડો કરી રૂપિયા 5,000/- લૂંટી લીધા હતા.
લૂંટારાઓએ રૂપિયા 4,000/- ઓનલાઇન ટ્રાન્સફર પણ કરાવ્યા હતા. જે બનાવની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેન્સ તેમજ અન્ય સોર્સને આધારે કિરણ અંબાલાલ માછી (રહે.કૃષ્ણ પુરા ગામ, તા.વડોદરા), રસિક ચીમનભાઈ ચૌહાણ (રહે.રામપુરા ગામ,આંકલાવ, આણંદ) અને ભાવિક ઉર્ફે પન્નો અરવિંદભાઈ વાઘેલા (રહે.ગોકુળ નગર, ગોત્રી) ઝડપી પાડ્યા હતા. આ પૈકી કિરણ માછી સામે હત્યાના પ્રયાસના બે ગુના, લૂંટ તેમજ દારૂના ગુના મળી કુલ 11 ગુના નોંધાયા છે. જ્યારે ચિમન સામે બળાત્કાર સહિત ચાર ગુના અને ભાવિક સામે ચોરીના બે ગુના નોંધાયા છે. જયારે બંનેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હતી.




