Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Arrest : બે વર્ષ માટે તડીપાર કરાયેલ ઈસમ પોલીસ પકડમાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા શહેરમાંથી હદપાર કરેલ હોવા છતાં હદપારી હુકમનો ભંગ કરનાર શખ્સને ક્રાઈમ બ્રાન્ચે નેશનલ હાઈવે પર જીએસએફસી પાસેથી ઝડપી પાડ્યો હતો. આવા ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વારંવાર ગુનાહિત પ્રવૃતિ કરતા ઇસમોને વડોદરા શહેરમાંથી હદપાર કરવામાં આવતા હોય છે. પરંતુ આ હદપાર કરેલા ઇસમોને અવારનવાર ચેક કરવાની તેમજ આ હદપારી ઇસમો પરવાનગી વિના વડોદરા શહેરમાં પ્રવેશ કરનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓ તરફથી સૂચના મળી હતી.

જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલી માહિતી આધારે નેશનલ હાઇવે જી.એસ.એફ.સી.ની નજીક આવેલા અદાણી પેટ્રોલ પંપ પાસેથી શહેરમાંથી હદપાર કરેલો ઇસમ હિતેષભાઇ જયંતીભાઇ રાણા (રહે.છાણી ગામ, કબીર મંદીર રોડ વડોદરા શહેર)નાંને ઝડપી પડ્યો હતો. આ ઇસમને તારીખ 07/04/2023થી તેની બે વર્ષ માટે વડોદરા શહેરમાંથી હદપાર કરેલો હોવા છતાં પરવાનગી વગર શહેરમાં આવી હદપાર હુકમનો ભંગ કરેલ હોવાનું જણાઇ આવ્યું હતું. હદપારી ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી માટે છાણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.