Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરાના હરણી વિસ્તારમાં સ્ટુડન્ટ બીજાનાં નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર પતિ-પત્નીને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાના હરણી વિસ્તારમાં સ્ટુડન્ટ બીજાના નામે રૂપિયા 22 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરનાર પતિ-પત્નીને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હરણી વિસ્તારમાં રહેતા યુવકને કેનેડામાં સેટલ કરાવવાના નામે દંપતીએ કુલ રૂપિયા 28.92 લાખ ચૂકવ્યા હતા.

પરંતુ ત્યાર પછી તેઓને ધક્કા ખાવા પડ્યા હતા અને એજન્ટ દંપતી વાયદા બતાવતા હતા. ફરિયાદ પક્ષે ઉઘરાણી ચાલુ રાખતા ટુકડે ટુકડે કુલ સાડા છ લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. જેથી 22.42 લાખની રકમ પરત કરી ન હતી. હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન દંપતી મળી આવ્યું હતું. પોલીસની વોચ દરમિયાન બે દિવસ પહેલા આ દંપતી અમદાવાદ ખાતેના મકાને આવ્યાની જાણ થતા મહિલા પોલીસ સાથે મકાન પર વોચ રાખી બંનેને ઝડપી પાડ્યા હતા. પકડાયેલાઓમાં હિતેશ નગીનભાઈ પટેલ અને શિવાંગી હિતેશ પટેલ (રહે.લક્ષ્મીનગર, બારેજા, અમદાવાદ)નો સમાવેશ થાય છે.