Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જુગારધામ પર પોલીસનાં દરોડા : જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા, બે વોન્ટેડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર જિલ્લામાં પેથાપુર પોલીસે મોટી આદરજમાં દરોડો પાડીને જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે બે જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી આઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. બનાવ અંગે ગુનો દાખલ કરીને ફરાર જુગારીઓની શોધખોળ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેથાપુર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મોટી આદરજ ગામમાં અંબિકાપુર ખાતે આવેલા નટવરજી કાળાજી ઠાકોર ના ઘર આગળ કેટલા કિસ્સામાં ભેગા મળીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે.

જે બાતમીના પગલે પોલીસ અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે પાંચ જુગારીઓને સ્થળ ઉપરથી ઝડપી લીધા હતા. જેમાં મોટી આદરજના અંબિકાપુરા ખાતે રહેતા અલ્પેશ શાકાજી ઠાકોર, કરણ વિષ્ણુજી ઠાકોર, રણજીતજી જીવણજી ઠાકોર, કિરણ વિઠ્ઠલજી ઠાકોર, રોહિત ભગવાનજી ઠાકોરને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસે ભાગી ગયેલા જુગારીઓ સંદર્ભે પૂછતા તે ચંદુજી લાલાજી ઠાકોર અને નિલેશ વિનોદજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસ આ જુગારીઓ પાસેથી આઠ હજારનો મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા બેની શોધખોળ શરૂ કરી હતી.