Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉત્તરપ્રદેશનાં શખ્સને બે દેશી તમંચા અને 15 જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર શહેર નજીક હિંમતનગર અમદાવાદ હાઈવે ઉપર દારૂની સાથે હથિયારોની હેરાફેરી પણ વધી રહી છે ત્યારે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા બાતમીના આધારે ઉત્તરપ્રદેશનાં શખ્સને બે દેશી તમંચા અને 15 જીવતા કારતુસ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. હથિયાર મોકલનાર અને મંગાવનાર સામે પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ચિલોડા અમદાવાદ હાઈવે રોડ ઉપર એક શખ્સ હથિયારો લઈને ઊભો છે. જે બાતમીના પગલે પોલીસની ટીમ પહોંચી હતી અને આ શખ્સને ઝડપી લીધો હતો. જેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા બે દેશી તમંચા મળી આવ્યા હતા અને 15 જેટલા જીવતા કારતુસ પણ હતા.

જેથી તેની પૂછપરછ કરતા તે ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના કુકાપુરનો રહેવાસી મોહિતસિંહ હાકમસિંહ જાટવ હોવાનું બહાર આવ્યું હતું અને તેણે કબૂલાત કરી હતી કે ઉત્તર પ્રદેશમાં બહા ખાતે રહેતા આદેશ નામના શખ્સે આ હથિયારો આપ્યા હતા અને સુરેન્દ્રનગર ખાતે રાજાભાઈ હીરજીભાઈ રાતડીયાને આ હથિયારો આપવાના હતા. જેના પગલે પોલીસે હાલ તેની પાસેથી 16,900/-નો મુદ્દામાલ કબજે કરીને મોહિતસિંહ સહિત ત્રણે સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.