વડોદરામાં પાદરા તાલુકાના ગવાસદ ગામની સીમમાં કેનાલ તરફ જવાના રસ્તા પાસેના એક ખેતરમાં દારૂનું કટીંગ ચાલે છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ ગઈ રાત્રે તપાસ કરતા ખેતર ઉપર બે કાર ઊભેલી જણાઈ હતી અને ત્રણ માણસો ખેતરમાં મુકેલ દારૂનો જથ્થો કારમાં ભરતા હતા. દરમિયાન પોલીસને જોઈ ત્રણેય શખ્સો ઝાડીઓમાં નાસી ગયા હતા. પોલીસે તેઓનો પીછો કરવા છતાં તેઓ ઝડપાયા ન હતા. પોલીસે સ્થળ પરથી દારૂની રૂ.4,764ની બોટલો, એક મોબાઈલ, બે કાર મળી રૂપિયા 14.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે વધુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




