Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સગીર વયની દીકરી માતાના દાગીના અને રોકડ રકમ લઈ પ્રેમી સાથે ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઇ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં સગીરા પાંચ વર્ષના બાળકને પડીકું અપાવવાના બહાને પ્રેમી સાથે ફરાર થઈ જતા માતાએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દીકરી માતાનું મંગળસૂત્ર, બુટ્ટી, બે વીંટી તથા રોકડા રૂપિયા 5 હજાર પણ સાથે લઈ ગઈ છે. મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ આજવા રોડ ખાતે રહેતા દરબાર પરિવારની 17 વર્ષીય દીકરીને પ્રેમી લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મારે સંતાનમાં બે દીકરીઓ છે. જે પૈકીની 17 વર્ષની દીકરી પાયલ (નામ બદલેલ છે) ખાનગી શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે.

બંને બહેનો ઘરે વારંવાર ઝઘડતી હોય મોટી દીકરીને 16 જૂનના રોજ હીરાબાનગર સોનપુર વુડાના મકાન ખાતે માસીના ઘરે મૂકી હતી. બીજા દિવસે દીકરી પાંચ વર્ષના બાળકને ગલ્લે પડીકું અપાવવા લઈ ગયા બાદ અજાણ્યા બાઈક સવાર શખ્સ સાથે નાસી છૂટી હોવાની જાણ થઈ હતી. મારી દીકરીને ત્રણ મહિના અગાઉ કિશનવાડી આમ્રપાલી નગર સોસાયટીમાં રહેતા પારસ તડવી સાથે મિત્રતા હોવાથી સમજાવી હતી. જેથી શંકાના આધારે તપાસ કરતાં પારસ તડવી પણ ઘરે મળી આવ્યો ન હતો અને પારસના પિતા નિલેશભાઈએ જણાવ્યું હતું કે, તમારી દીકરી મારા દીકરાને ભગાડી ગઈ છે બીજી વખત અહીંયા આવતા નહીં. આમ ,લગ્નની લાલચ આપી મારી દીકરીને ભગાડી ગયેલ હોય આજ દિન સુધી મળી આવી નથી.