Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અંજારનાં કોળીવાસમાં યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અંજાર અને સામખિયાળીમાં બે અપમૃત્યુનાં બનાવ સામે આવ્યા હતા. જેમાં અંજારનાં કોળીવાસમાં રહેતા યુવાને પોતાના રહેણાંક મકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું. તો બીજી બાજુ સામખિયાળીમાં તળાવની પાળ પાસે યુવાને કિટનાશક ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, અંજારમાં કોળીવાસમાં રહેતા 28 વર્ષીય પરેશભાઈ રવજીભાઈ કોળીએ પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધું હતું.

જેમાં તેનું મોત નીપજ્યું હતું. અંજાર પોલીસે આ અંગે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ ભચાઉનાં સામખિયાળી ગામમાં જુના બસ સ્ટેશન પાસે તળાવની પાળ પાસે 18 વર્ષીય સંજય રાજુ દેવીપૂજક (રહે.મહેસાણા નગર, સામખિયાળી) કોઈ આગમ્ય કારણોસર કિટનાશક ઝેરી દવા પી ગયો હતો. જેમાં યુવાનને પ્રાથમિક સારવાર માટે ભચાઉનાં વાગડ વેલ્ફેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાને દમ તોડયો હતો. સામખિયાળી પોલીસે આ અંગે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.