Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોલવન્ટ કેમિકલનું લાયસન્સ આપવાની અવેજીમાં લાંચ લેવાના કેસમાં તત્કાલિન નાયબ મામલતદારને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોલવન્ટ કેમિકલનું લાયસન્સ આપવાની અવેજીમાં 1.25 લાખની લાંચ લેવાના નવ વર્ષ જુના કેસમાં કલેકટર કચેરી પુરવઠા શાખાના તત્કાલિન નાયબ મામલતદારને ભુજની સ્પેશીયલ એ.સી.બી. કોર્ટે ચાર વર્ષની સખત કેદની સજા સાથે સવા લાખનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો, વધુ છ માસની સજા ભોગવવા હુકમ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, ભુજની કલેકટર કચેરીમાં પુરવઠા વિભાગના જેતે વખતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જગદીશચંન્દ્ર દામજી ઠકકર પાસે અરજદાર ફરિયાદીએ સોલવન્ટ કેમિકલના લાયસન્સ અરજી આપી હતી.

જેમાં તત્કાલિન નાયબ મામલતદારે લાયસન્સ બાબતે વાતચિત કરીને પોતાના ફોન નંબર આવ્યા હતા. બાદમાં લાયસન્સ કરાવી આપવાની અવેજીમાં ફરિયાદી પાસેથી રૂપિયા 1.25 લાખના વ્યહવારની માંગણી કરીને ફરિયાદીને લાયસન્સ આપી દીધું હતું. ત્યારબાદ ગત 29 માર્ચ 2016ના રોજ તત્કાલિન નાયબ મામલતદારે ફરિયાદીને ફોન કરીને વાયદા મુજબ નકી થયેલ રકમ આપી જવા જણાવ્યું હતું. જે બાબતે ફરિયાદીએ લાંચ રૂશ્વત બ્યુરોમાં ફરિયાદ આપતાં એસીબી દ્વારા કલેકટર કચેરી પુરવઠા શાખામાં છુટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી તત્કાલિન નાયબ મામલતદાર ફરિયાદી પાસેથી લાંચની રકમ 1.25 લાખ લેતાં એસીબીની ટીમના હાથે ઝડપાઇ ગયા હતા.

એસીબીએ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસની ચાર્જસીટ મુકાયા બાદ ભુજની સ્પેશીયલ એસીબીની કોર્ટમાં કેસ ચાલી જતાં 41 દસ્તાવેજી પુરાવાઓ અને સાત સાક્ષી તપાસ્યા બાદ કોર્ટે આરોપી તત્કાલિન નાયબ મામલતદાર જગદીશચંદ્ર દામજી ઠકકરને ચાર વર્ષની સખત કેદની સજા અને સવા લાખનો દંડ કરતો હુકમ કર્યો હતો. દંડની રકમ ન ભરે તો, વધુ છ માસની સાદી કેદની સજાનો આદેશ કર્યો હતો. આ કેસમાં પ્રોસીક્યુશન તરીકે એસીબી કાયદાના ખાસ સરકારી વકીલ એચ.બી.જાડેજાએ સાક્ષીઓ તપાસને દલીલો કરી હતી.