મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં રાનવેરી ગામની સીમમાંથી પસાર થતો બુહારીથી વાલોડ તરફ આવતા રોડ ઉપર કેળકુઈ પાટિયા પાસે આવેલ કટ પાસે બસ ચાલકે સાઈકલને ટક્કર મારતા સાઈકલ ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ઉમરકુઈ ગામનાં ગામીત ફળિયામાં રહેતા શુક્કરીયાભાઈ મોહનભાઈ ગામીત નાંઓ ગત તારીખ 26/06/2024નાં રોજ મોડી સાંજે પોતાની સાઈકલ લઈને રાનવેરી ગામની સીમમાંથી પસાર બુહારીથી વાલોડ તરફ આવતા રોડ કેળકુઈ પાટિયા પાસે આવેલ કટ પાસેથી પસાર થતો હતો. તે સમયે GSRTC બસ નંબર GJ/18/Z/6151નાં ચાલક અબ્દુલ અમીન અબ્દુલ શેખ (રહે.બાપુનગર, દરગાહ પાસે, તા.વાલોડ)નાંએ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઈકલ ચાલક શુક્કરીયાભાઈને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં શુક્કરીયાભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમેને સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે નીરજકુમાર ચૌધરી નાંએ વાલોડ પોલીસ મથકે તારીખ 27/06/2024નાં રોજ બસ ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



