મહારાષ્ટ્ર નિગમનાં નવાપુર ડેપોની એસ.ટી. બસ પિંપળનેર ગામ તરફથી કોંડાઈબારી તરફ જઈ રહી હતી. આ સમયે કંડકટર તરીકે રોહીદાસ હરી ભોયે સાથે ચાલક રામકૃષ્ણ ઉત્તમ ચોહાણ (ઉ.વ.39) નોકરી પર હતા. જયારે તારીખ 30 જુન રવિવારનાં રોજ આ બસ સુરત ધુલીયા હાઈવે નંબર-53 ઉપરથી કોંડાઈબારી ઘાટમાંથી નવાપુર તરફ આવી રહી હતી.
તે સમયે મળસ્કે ઘાટમાંથી ચાલકે કોઈ કારણસર તેને બ્રેક મારી હતી. આ સાથે જ પાછળથી પુરઝડપે આવતી ટ્રકનાં ચાલક કૃષ્ણાજી ચંદ્રપ્પા જાધવ (રહે.બનહટ્ટી, તા.નારગુડ જિ.ગડદ, કર્ણાટક)નાંએ તેનું વાહન એસ.ટી. બસની પાછળ ઘડાકાભેર અથડાવી દીધું હતુ. આ અકસ્માતમાં બસમાં પાછળની સીટ પર બેઠેલ ગણેશ ઈશ્વર ગાવિત (રહે.ખડકી તા.નવાપુર), મહિમાં લક્ષ્મણ ગાવીત (રહે.બોરવિહીર, તા.નવાપુર) અને કન્ડક્ટર રોહીદાસ હરી ભોયેને ઈજા પહોંચી હતી.




