વલસાડ એલ.સી.બી. પોલીસની ટીમ પેરોલ ફર્લો સ્ક્વોડ પ્રોહિ. ગુના અંગે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ફરતાં ફરતાં બગવાડા ટોલનાકા ખાતે પહોંચતા તેને બાતમી મળી હતી કે, સેલવાસથી બંધ બોડી મહિન્દ્રા પિકઅપ નંબર GJ/06/AU/9654નો ચાલક દારૂનો જથ્થો ભરીને નીકળ્યો છે અને તે નેશનલ હાઈવે નંબર-48 થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે બગવાડા ટોલનાકા પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર વોચ રાખી હતી.
આ સમયે બાતમીવાળો ટેમ્પો આવતા તેને ઊભો રખાવી તપાસ કરાતા ટેમ્પોમાંથી બિયરની કુલ 1752 નંગ બોટલ મળી હતી જેની કિંમત રૂપિયા 2.46 હતી જે મળી આવતા પોલીસે પિકઅપ ચાલક શબ્બીર સિરાજ અહેમદ શેખ (ઉ.વ.34., રહે.અક્ષાનગર તિરુપતિ સોસા., રૂમ નં. ૩૬૦, ઉન પાટિયા, સુરત- મૂળ રહે.યુ.પી.)નાંની અટકાયત કરી હતી. ત્યારબાદ ચાલકની અંગઝડતી લેતા મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
આમ, પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ અને પિકઅપ મળી કુલ રૂપિયા 5,46,500/- મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પિકઅપ ચાલકને આ પ્રોહિ. જથ્થો ક્યાંથી ભરી લાવ્યો અને કોને આપવાનો એવી પૂછતાછ કરાતા તેણે રાજુભાઈ નામના ઈસમે પ્રોહિ. જથ્થો ભરેલી પિકઅપ સેલવાસ દુધની રોડ પરથી આપી સુરત પલસાણા બિજ પાસે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું. જેથી પિકઅપ ચાલક તેમજ રાજુભાઈ નાયક અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પારડી પોલીસ મથકે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધાવાયો હતો.




