Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડાંગ જિલ્લાના ઝાવડાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આજે ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે વઘઇથી નજીક આવેલા ઝાવડા ગામમાં અતિભારે વરસાદના સમાચાર મળતા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઇ પટેલે તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ, ગામની મુલાકાત લીધી હતી. ઝાવડા ગામમાં સર્વત્ર પાણી ભરાઇ જતાં ગામમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિમાર્ણ થુયં હતુ. આ ગામની બે દુકાનોમાં સંપુર્ણ પાણી ભરાઇ જતાં દુકાનનો સામાન પાણીમાં તણાઇ ગયો હતો. વિજયભાઇ પટેલે સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, સાથે ગામની મુલાકાત લઈ નુકશાની અંગે સમીક્ષા હાથ ધરી હતી. તેમજ નુકસાન પામેલા ઘર, દુકાનો, ખેતી વિગેરેનો સર્વે કરી તાત્કાલિક સહાય અને વળતર ચુકવણાં અંગે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતુ.