Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મુનાવર ફારુકીની તબિયત ફરી એક વાર બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્ટેન્ડઅપ કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારૂકી ની તબિયત ફરી એક વાર બગડી છે, તેમને 24 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુનવ્વરના નજીકના મિત્રોમાંથી એક નીતિન મેંઘાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તસવીરમાં સ્ટેન્ડઅપ કોમેડિયન હોસ્પિટલના બેડ પર બેભાન પડેલો જોવા મળે છે. મુનવ્વરને હોસ્પિટલમાં જોઈને તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે.

ઈન્સ્ટાગ્રામ પર નીતિન મેંઘાણીએ શેર કરેલી તસવીરમાં મુનાવરફારૂકી હાથમાં આઈવીડ્રિપ સાથે જોવા મળે છે. તસવીર શેર કરતી વખતે મુનવ્વરનામિત્રએ લખ્યું  હું મારા ભાઈના ઝડપથી સ્વસ્થ થવાની મારી પૂરી શક્તિથી કામના કરું છું. તેને હોસ્પિટલમાં જોયા બાદ તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. મુનવ્વર સાથે શું થયું તે જાણવા ચાહકો ચિંતિત છે. આ પહેલીવાર નથી જ્યારે સ્ટેન્ડઅપ કોમેડિયન હોસ્પિટલ પહોંચ્યો હોય.

ગયા મહિને પણ તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેને પોતાનો IV ડ્રિપધરાવતો ફોટો પણ શેર કર્યો હતો. તે સમયે તેની તબિયતની સમસ્યાઓ વિશે વાત કરતી વખતે મુનવ્વરે કહ્યું હતું કે તે ખરાબ નજરથી પ્રભાવિત છે. થોડા દિવસો પછી, તેમની તબિયત અપડેટ કરતી વખતે, તેને કહ્યું કે તે હવે ઠીક છે. ગયા મહિને તેમને પેટમાં ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.