Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કેરળમાં ચોમાસાનું આગમન : કોટ્ટાયમ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે હવે રાહતના સમાચાર આવ્યા છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે કેરળના કિનારે પહોંચી ગયું છે. અને હવે તે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગએ બુધવારે જણાવ્યું હતું કે, ‘આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે.’

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 15 મે’ના રોજ કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર રવિવારના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે, જે  પૂર્વોતરમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં પ્રવેશે છે, જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર-પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના મોટાભાગને આવરી લે છે. જૂન મહિનાની શરૂઆત પહેલાં ગુજરાતનાં લોકો હવે મેઘરાજા આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની આંધીની આગાહી વ્યક્ત કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાશે.