Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રશિયામાં સેન્ટ પીટર્સબર્ય નજીક એક નદીમાં ડૂબવાથી ચાર ભારતીય વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વિદેશથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. રશિયામાં સેન્ટ પીટર્સબર્ય નજીક એક નદીમાં ડૂબવાથી ચાર ભારતીય વિદ્યાર્થીઓનાં મોત નિપજયા છે. ભારતીય મિશન તેમના શબને જલદીથી જલદી પરિજનો સુધી પહોંચાડવા માટે રશિયન અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ચારેય સ્ટુડન્ટ્સ વેલિકી નોવગોરોદ શહેરમાં આવેલા નોવગોરોદ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં 18થી 20 વર્ષના બે છોકરા અને બે છોકરીઓ સામેલ હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, એક ભારતીય વિદ્યાર્થિની વોલખોવ નદીમાં કિનારે થોડેક દૂર જતી રહી હતી અને ડૂબવા લાગી તો તેના ચાર સાથી તેને બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. અહેવાલ અનુસાર તેને બચાવવાના પ્રયાસમાં વધુ 3 વિદ્યાર્થી એ જ નદીમાં ડૂબી ગયા. એક છોકરાને સ્થાનિકો એ સુરક્ષિત બહાર કાઢ્યો હતો. મોસ્કોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, અમે શબને જલદીથી જલદી પરિજનો સુધી પહોંચાડવા કાર્યરત છીએ. જે છાત્રનો જીવ બચ્યો છે તેની સારવાર ચાલી રહી છે. સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે કહ્યું કે, આ સ્ટુડન્ટ્સ વેલિકીની નોવગોરોદ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા.