Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ફિલ્મ ‘જુગ જુગ જિયો’નાં બીજા ભાગની શૂટિંગ વર્ષનાં અંત સુધીમાં શરૂ કરી દેવાશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ સિંહની ફિલ્મ ‘જુગ જુગ જિયો’નો બીજો ભાગ બની રહ્યો છે. તેનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ કરી દેવાશે. ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું શરુ થઈ ગયુ છે. ફિલ્મને ‘જુગ જુગ જિયો ટૂ’ નામ જ આપવું કે પછી અલગ ટાઈટલ આપવું તે અંગે હવે પછી નિર્ણય લેવાશે. ફિલ્મની કાસ્ટમાં વરુણ ધવન રીપિટ થશે તે લગભગ નક્કી છે. આ ઉપરાંત ટાઈગર શ્રોફનું નવું પાત્ર પણ ઉમેરાઈ શકે છે તેવી ચર્ચા છે. આ ફિલ્મ બે વર્ષ પહેલાં રીલિઝ થઈ ત્યારે જ કરણ જોહરે તેનો બીજો ભાગ આવી શકે તેવો સંકેત આપ્યો  હતો.