Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી, આગાહીને લઈ પ્રશાસન એલર્ટ મોડ પર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 159 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને પ્રશાસન એલર્ટ મોડ પર છે. ત્યારે રાજકોટમાં NDRFની ટીમને તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડશે ત્યાં NDRFની ટીમને રવાના કરવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગોધરાના અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે.

જ્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ છે. વડોદરા, નડિયાદ અને આણંદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આજ સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે બગસરા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ નોધાયો છે. નવસારી અને જલાલપોર શહેરમાં બે ઈંચ વરસાદ જ્યારે ગણદેવીમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરા સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી છે. તો 30 જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, તો બીજી જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત ત્રીજી જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવસારીમાં 106 મિ.મી., પલસાણામાં 103 મિ.મી., જલાલપોરમાં 87 મિ.મી., ઉમરગાવમાં 86 મિ.મી., ખેરગામમાં 75 મિ.મી., વાલોડમાં 64 મિ.મી., બોટાદમાં 61 મિ.મી., ગણદેવીમાં 59 મિ.મી., વાપીમાં 58 મિ.મી, બારડોલીમાં 53 મિ.મી, ચીખલીમાં 52 મિ.મી., વ્યારામાં 50 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં 47 મિ.મી., સુરતના મહુવામાં 47 મિ.મી., ઓલપાડમાં 45 મિ.મી, કામરેજમાં 45 મિ.મી., ધરમપુરમાં 43 મિ.મી., સૂત્રાપાડામાં 42 મિ.મી., બાવળામાં 42 મિ.મી., રાજુલા અને પારડીમાં 40 મિ.મી., ગારિયાધારમાં 38 મિ.મી., સુરત શહેરમાં 36 મિ.મી., ડોલવણમાં 36 મિ.મી., રાપરમાં 35 મિ.મી., વાગરામાં 33 મિ.મી. વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં મોડે મોડે મેઘરાજા રીઝતા હતા. શુક્રવારે દિવસ દરમિયાન ઠેર-ઠેર ભારેથી હળવો ખેતીલાયક વરસાદ પડવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ઉમરગામમાં નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં સરેરાશ 1.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો તાપી જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.