Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જાતીય શોષણ કરવા બદલ મિલિંદ જાધવ નામના ઢોંગીબાબાને ચાર વર્ષની સખત કેદ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પુણે: ‘પૈસાનો વરસાદ વરસાવી’ને શ્રીમંત બનાવવાને બહાને મહિલાઓ સાથે છેતરપિંડી આચરવા અને તેમનું જાતીય શોષણ કરવા બદલ બારામતીની કોર્ટે મિલિંદ જાધવ નામના ઢોંગીબાબાને ચાર વર્ષની સખત કેદ અને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

બારામતીમાં આરોપી મિલિંદ જાધવે પૈસાનો વરસાદ વરસાવીને શ્રીમંત બનાવવાના મહિલાઓને સપનાં દેખાડ્યાં હતાં. આ માટે તેણે અઘોરી પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં મહિલાઓનું પૂજાના નામે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પૂજા માટે લાગનારી સામગ્રી અને વિધિને નામે તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. દરમિયાન છેતરાયેલી મહિલાઓએ બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ધનશ્રી ભગતે આ મામલાની તપાસ કરીને અદાલતમાં પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલે સાત સાક્ષીદારને ચકાસ્યા હતા. જિલ્લા ન્યાયાધીશ એસ.આર. પાટીલે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આરોપી મિલિંદ જાધવને દોષી ઠેરવ્યો હતો અને તેને ચાર વર્ષની કેદ તથા દંડ ફટકાર્યો હતો.