જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા આરોગ્ય વિભાગના નેતૃત્વ હેઠળ નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી ‘ધ રોયલ સ્કુલ’ ભરૂચ ખાતે આયોજન કરાયું હતું. કાર્યક્ર્મની શરૂઆત કાર્યક્ર્મમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તેમજ પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા પ્રાસંગિક ઉદ્દ-બોધન કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા મહિલા કાયદા તેમજ મહિલા હેલ્પલાઇન વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા PC PNDT અધિનિયમ, લિંગ ભેદભાવ અને લિંગ પરીક્ષણ શું છે? વગેરે વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. DHEW ટીમ દ્વારા હાઇજીન વિશેની સમજ તેમજ ગુડ ટચ બેડ ટચ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.




