Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

EDએ મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહીની સાથે કરોડની સંપત્તિ જપ્ત કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરીને મોટું પગલું ભર્યું છે. EDએ શિલ્પા અને રાજની 97 કરોડ 79 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં શિલ્પા શેટ્ટીનો જુહુ ફ્લેટ સહિત EDએ પુણેનો બંગલો અને ઈક્વિટી શેર પણ જપ્ત કર્યા છે. EDએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ FIRના આધારે PMLA હેઠળ તપાસ શરૂ કરી હતી. રાજ કુન્દ્રા પર આરોપ હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્વ.અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય MLM એજન્ટોએ વર્ષ 2017માં આશરે રુપિયા 6600 કરોડના બિટકોઈન મેળવ્યા હતા.

આ તમામ બિટકોઈન ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી લેવામાં આવ્યા હતા. રોકાણકારોને ખાતરી આપવામાં આવી હતી કે તેમને 10 ટકા વળતર આપવામાં આવશે. રાજ કુન્દ્રા પર એવો પણ આરોપ છે કે તેણે અંગત હિત માટે બિટકોઈન માઈનિંગનો ઉપયોગ કર્યો હતો, તે એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી. રાજ કુન્દ્રા આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. તેણે 285 બિટકોઈન મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું.

આજની તારીખે રાજ કુન્દ્રા પાસે રહેલા 285 બિટકોઈન્સની કિંમત 150 કરોડ રૂપિયાથી વધુ છે. આ કેસમાં ઇડીએ દરોડા પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. સિમ્પી ભારદ્વાજની 17 ડિસેમ્બર 2023ના રોજ, નીતિન ગૌરની 29 ડિસેમ્બર 2023ના રોજ અને અખિલ મહાજનની 16 જાન્યુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ જેલમાં છે. આ કેસના મુખ્ય આરોપી અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ ફરાર છે. ED તેમને શોધવામાં વ્યસ્ત છે. અગાઉ આ કેસમાં EDએ 69 કરોડ રૂપિયાની સ્થાવર-જંગમ મિલકત પણ જપ્ત કરી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!