Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Election News: તાપી જિલ્લા પંચાયતની ૨૬ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર નામાંકન પ્રક્રિયા પૂર્ણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ જાહેર થતા તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિપીન ગર્ગના નેતૃત્વમાં વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે.વ્યારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તા. ૧૧મી એપ્રિલ, ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હતી.

તાપી જિલ્લા પંચાયતની કુલ ૨૬ બેઠકો માટે ૧૦૦ ઉમેદવારોએ નામાંકન પત્રો ભર્યા છે. તે જ રીતે તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો માટે અત્યાર સુધીમાં ૫૦૦ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટની આંકડાકીય વિગતો મુજબ, જિલ્લાના તમામ ૮ તાલુકા પંચાયતની કુલ ૧૩૪ બેઠકો માટે કુલ ૫૦૦ ફોર્મ ભરાયા છે.

તાલુકાવાર વિગતો મુજબ

વ્યારા: ૨૦ બેઠકો માટે ૭૬ ફોર્મ

સોનગઢ: ૧૮ બેઠકો માટે ૬૮ ફોર્મ

નિઝર: ૧૬ બેઠકો માટે સૌથી વધુ ૭૭ ફોર્મ

ડોલવણ: ૫૭ ઉમેદવારી ફોર્મ

વાલોડ: ૭૨ ઉમેદવારી ફોર્મ

ઉચ્છલ: ૬૮ ઉમેદવારી ફોર્મ

કુકરમુંડા: ૩૮ ઉમેદવારી ફોર્મ

ઉકાઈ: ૪૪ ઉમેદવારી ફોર્મ

નોંધનીય છે કે, વ્યારા નગરપાલિકાના કુલ ૭ વોર્ડ માટે અત્યાર સુધીમાં કુલ ૫૬ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આમ, જિલ્લાની કુલ ૧૮૮ બેઠકો માટે કુલ ૬૫૬ નામાંકન થયા છે.

News update: વ્યારા નગરપાલિકામાં ભાજપનો વિજયી! નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાતા જ વોર્ડ નં-૫ માં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.સત્તાવાર જાહેરાત પહેલા જ ભાજપ જિલ્લા સંગઠન પ્રભારીએ વોર્ડ નં-૫ ની ચારેય બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો કર્યો છે.વિજયના વિશ્વાસ સાથે ભાજપે ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ ના નારા સાથે ઉમેદવારોના હારતોરા કર્યા,વ્યારા વોર્ડ નં-૫ માં ભાજપે ચૂંટણી પહેલા જ જીતનો દાવો કરી શક્તિપ્રદર્શન કર્યું હતું.