Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું છે. જેમાં સેનાના જવાનો દ્વારા એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરની શરૂઆત કર્યા બાદ સુરક્ષાદળો દ્વારા વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યો હતો. જો કે, જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો ઉધમપુર અને કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોનું સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉધમપુર અને કઠુઆ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ભારે વરસાદ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિનો માહોલ હોવા છતા સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી કાઢવામાં સફળ રહ્યા છે. આ ઉપરાંત, સુરક્ષાદળો દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી M4 રાઈફલ, AK રાઈફલ અને પિસ્તોલ સહિત વિવિધ હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે.